સુરતમાં કાદરશાની નાળ નજીક લોખંડની એંગલો નીચે પડી છે જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, અને આ બાબતે મેટ્રો ટ્રેનના અધિકારીઓએ પોલીસને જાણ કરી છે, સળિયા ખોલતી વખતે અચાનક એંગલો નીચે પડી છે, અને ઘટના બાબતે મેટ્રો ટ્રેનના અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે.
સુરતમાં સળિયા ખોલતી વખતે એંગલો નીચે પડી
સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે અને કાદરશાની નાળ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડી છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કાદરશાની નાળ નજીક પિલરનું કામ પૂરું થઈ ગયું હતું અને એક કર્મચારીને કમર અને માથાના ભાગે ઈજા પહોંચી છે.













