રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક જિલ્લાઓમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને સુરત શહેરમાં રોડ રસ્તાની સમસ્યા ફરી એક વાર ઉજાગર થઈ છે જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજરોજ રોડ ખાડાની સમસ્યાની વાસ્તવિકતા માટે સંદેશ ન્યુઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતરી છે. જ્યાં સંદેશ ન્યુઝની ટીમ દ્વારા આખી પરિસ્થિતિનું વાસ્તવિકતા ઉજાગર કરી છે.
ડીંડોલીથી પ્રમુખ રોડની વાસ્તવિકતા પણ અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે
સુરત શહેરમાં રોડ રસ્તાની સમસ્યા ફરીએક વાર ઉજાગર થઈ છે જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યાં સંદેશ ન્યુઝની ટીમ દ્વારા આખી પરિસ્થિતિનું વાસ્તવિકતા ઉજાગર કરી છે. શહેરના APMC માર્કેટથી કડોદરા વાળા રોડ ઉપર ઠેક ઠેકાણે રોડ ઉપર ખાડારાજ જોવા મળી રહ્યો છે, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. અને આવા ખાડાઓ ઉપરથી રાહદારી, વાહન ચાલકો જવા મજબૂર બન્યા છે. લોકોનું કહેવું છે કે, અહીં વારંવાર રોડનું સારકામ કરવામાં આવતું હોય છે પરંતુ ફરી પછી પરિસ્થિતિ ખાડારાજમાં બદલાઈ જાય છે. ત્યારે શહેરના ડીંડોલી ચાર રસ્તા, ડીંડોલી સાઈ પોઇન્ટ અને ડીંડોલીથી પ્રમુખ રોડની વાસ્તવિકતા પણ અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.
સુરતમાં અનેક જગ્યાએ રોડ પર ખાડા પડયા
ખરાબ રોડને કારણે ટ્રાફિકજામ , અકસ્માત અને લોકોના વાહનો પલટવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આતો માત્ર શહેરના 2 વિસ્તારના દ્રશ્ય હતા પરંતુ શહેરના અનેક રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આની પાછળ માત્રને માત્ર સુરત મહાનગરપાલિકાનું ઉગતું તંત્ર જવાબદાર છે જે માત્ર નેતાઓ, કોર્પોરેટર માટે જ રોડ રસ્તાનું રીપેરીંગ કામ કરતું હોય તેવું લાગે છે. સુરત મહાનગરપાલિકા અનેક સમસ્યાઓ માટે ફરિયાદ કરવા માટે એપ બનાવી છે પરંતુ એ એપ પણ માત્ર બતાવા પૂરતી જ છે. મહત્વની વાત છેકે, રોડ રસ્તાઓનું સમારકામ પોશ વિસ્તારમાં પણ થાય છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.
સુરત પાલિકાના અધિકારીઓ રોજ આ રોડ પરથી પસાર થાય છે પણ ખાડા દેખાતા નથી
પેહલા પાલિકા ડામરના રોડ બનાવતી હતી પરંતુ હવે તેઓ આરસીસીના રોડ બનાવવા લાગી છે અને તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એના કારણે રોડ ઉપર વારંવાર ખાડાઓ પડી રહ્યા છે તેવું અનુમાન લગાવી શકાય છે. આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો વારંવાર અહીંથી પસાર થતા હોય પરંતુ તેમને પણ રોડ રસ્તાનું સારકામ કરાવવામાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ને લઇ ફરિયાદ કરવામાં આવતી હોય પરંતુ પાલિકાના અધિકારીઓએ યોગ્ય કામગીરી કરતા નથી અને અંતે પ્રજાએ ખાડારાજમાંથી પસાર થવું મજબૂર બન્યા છે.