સુરત જેવી મહાનગરપાલિકામાં પણ આધારકાર્ડ માટે લોકોને ધરમધકા ખાવાનો વારો આવ્યો છે. આજે સરકારી તેમજ પ્રાઇવેટ કામો કરવા માટે આધારકાર્ડ બહું જરૂરી છે ત્યારે સુરત જેવા મહા શહેરમાં આધારકાર્ડ એજન્સીનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરવામાં આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડ્યા છે. અને તમામ લોકોને પોતાના આધારકાર્ડને લગતા કામોને આગળ વધારવામાં તકલીફ પડી રહી છે. મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.


સુરતમાં આધાર કાર્ડની કામગીરી ઠપ

આધાર કાર્ડ માટેનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું છે તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે 21 જુલાઈએ કોન્ટ્રાકટ પૂરો થતા રીન્યુ કરવામાં આવ્યો નથી. તેથી લોકો આધાર કાર્ડની કામગીરી માટે જોન ઓફિસ જાય છે પરંતુ તેમનું કામ થતું નથી. લોકોને બે ત્રણ દિવસ પછી આવો તેવું કહી પાછા મોકલવામાં આવે છે. આથી ક્યારે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાશે અને ક્યારે લોકોને આધારકાર્ડને લગતી સમસ્યાઓ દૂર થશે. અબાઉન્ટ નામની એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતું તેને રીન્યુ કરવામાં નહી આવતા આ સમસ્યા ઉભી થઈ છે.

એજન્સીને કોન્ટ્રાકટ રીન્યુ નહીં થતાં આધારકાર્ડ કામ અટવાયું

આધારકાર્ડને લગતી ઘણી બાબતોમાં લોકોને તકલીફ પડી રહી છે, જેમાં નવા આધારકાર્ડ કઢાવવા, આધારકાર્ડ રીન્યુ કરાવવા, ફોટો બદલવો, નામમાં, એેડ્રેસમાં અને જન્મ તારીખમાં સુધારો કરાવવો તે છે. આથી વહેલમાં વહેલી તકે આધારકાર્ડ કામગીરી શરૂ કરવામાં આવે તો લોકોની આધારકાર્ડને લગતી સમસ્યાઓ દૂર થશે. તેવી લોકોની માગણી છે.    

  • Follow us on: