સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું કર્યું હોવાની ઘટના સામે આવી છે. વેપારી ડબ્બા ટ્રેડિંગનું પણ કામ કરતો હોવાની ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્રનો વેપારી વર્ષોથી મહિધરપુરામાં ધંધો કરતો હતો. ઉઠમણાંથી દલાલ અને હીરા વેપારીની ઊંઘ ઉડી ગઈ છે. છેલ્લાં ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં મહિધરપુરા વિસ્તારમાં ફરી એક હીરા વેપારીએ ઉઠમણું કર્યું છે.
હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું કર્યું













