સુરતમાં BRTS બસમાં યુવાનોએ DJ પાર્ટીની મોજ કરી હતી. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ચાલુ BRTS બસમાં પાર્ટી કરતા 18 કિ.મી.ના વિસ્તારમાં ટ્રાફિક ખોરવાયો હતો. અનેક લોકોના અગત્યતના કામમાં વિલંબ થયો હતો. ત્યારે જાહેર રોડ અને જાહેર મિલકત ગણાતી એવી BRTS બસમાં DJ પાર્ટીની મોજ કરવા મામલે દિવ્યા વિત્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. 


BRTS બસ DJ પાર્ટી કેસમાં ઢીલી નીતી

9 ઓગસ્ટના રોજ શહેરમાં કેટલાક યુવાનોએ BRTS બસને મોજનો અડ્ડો બનાવ્યો.  ONGC વિસ્તારથી સરથાણા નેચર પાર્ક સુધી 18 કિ.મી.ના વિસ્તારમાં  3 કલાક સુધી  BRTS બસમાં DJના તાલે યુવાનો નાચ્યા હતા. ત્રણ કલાકથી વધુ સમય સુધી તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા વાહનચાલકોને ભારે પરેશાની થઈ હતી. BRTS બસમાં DJ પર ડાકલા અને ફિલ્મો ગીતો પર ડાન્સર કરનાર યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે જાહેર પરિવહન સમિતિના ચેરમેનને ડે.કમિશરને પત્ર લખી ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. અને લગભગ બે અઠવાડિયો જેટલો સમય થવા છતાં પણ BRTS બસમાં DJ મામલે કાર્યવાહીમાં ગલ્લાં-તલ્લાં થતા લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે.

કાર્યવાહી ના કરતા જનતામાં ઉઠયા સવાલ

પરિવહન ચેરમેન દ્વારા સતત રજુઆત છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી ના કરાઈ. ત્યારે સુરત પાલિકા કમિશનરની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. આખરે પાલિકા અને તંત્ર દ્વારા કોને છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ટ્રાફિક નિયમનું ઘોર ઉલ્લંઘન છતાં મનપાએ કડક તો શું સામાન્ય કાર્યવાહી પણ કરી નથી. સુરતમાં કાયદો વ્યવસ્થા કથળી છે. અને એટલે જ ટ્રાફિક સમસ્યા અને રોડને લઈને આજે વિપક્ષ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. કેવી રીતે અકસ્માતો અટકશે? જાહેર મિલકતનો આ રીતે ઉપયોગ ? ટ્રાફિક જામની સમસ્યા ? અનેક બાબતોને લઈને આખરે કેમ તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરાતી જનતામાં સવાલ ઉઠી રહ્યા છે.

  • Follow us on: