સુરતમાં વરસાદનું જોર ઘટયું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક લોકોના ઘરોમાંપાણી ઘૂસ્યા હતા. વરસાદના કારણે મુખ્યમાર્ગોનું ધોવાણ થયું હતું તો કયાંક રસ્તાઓમાં ખાડા અને ગાબડા પડયા હતા. ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં રોડ ડિસ્કો રોડ બન્યા. આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભય લાગી રહ્યો છે. ખાડાવાળા રસ્તે અકસ્માતનું જોખમ રહે છે. દરમિયાન આજે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા વિપક્ષે મોરચો માડયો છે.
રોડ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે અનોખો વિરોધ
વિપક્ષે મનપા સામે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યાને લઈને રેલી યોજી ભારે વિરોધ કર્યો. મનપાના બહેરા કાન પ્રજાનો અવાજ સાંભળતા નથી તેવો વિરોધ કરી રહેલા વિપક્ષ નેતાઓએ આક્ષેપ કર્યો છે. પ્રજાની રોડ અને ટ્રાફિક જેવી સામાન્ય સમસ્યાને લઈને પુણાગામ ગામથી સહારા દરવાજા સુધી વિપક્ષ દ્વારા રેલી કાઢવામાં આવી. ભાજપા નેતાઓ સત્તાના મદમાં મદમસ્ત છે હવે તો નિંદરમાંથી જાગો તેવો રેલીમાં સૂત્રોચ્ચાર કરાયો હતો. વિપક્ષે ખરાબ રોડ અને ટ્રાફિક મુદ્દે સરકારને ઘેરી ગંભીર આક્ષેપ લગાવ્યા. લોકો ઘણા સમયથી રોડ પર પડેલા ખાડોઓને લઈ પરેશાન. છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી.













