સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવતનો બદલો લેવા બે બાઈક સળગાવવાની ઘટના સામે આવી છે. પાંડેસરાના ગણપતનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ બે બાઈકને આગ ચાંપી દીધી હતી. આ મામલે વેપારીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ થયો છે. સમગ્ર ઘટનાને પગલે ફરિયાદીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જૂના ઝઘડાનો ખાર રાખી બાઈક સળગાવી

મળતી વિગતો અનુસાર, 3થી 4 દિવસ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ ફરી વિવાદ કર્યો હતો. આરોપીઓએ ગાળાગાળી કર્યા બાદ ગણપતનગર વિસ્તારમાં બે બાઈકને આગ ચાંપી દીધી હતી. જૂની અદાવતને કારણે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વેપારીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી

આ ઘટનામાં આશુતોષ ઉર્ફે શિવમ રાજપૂત, ગોરે મિશ્રા, આયુષ ગુપ્તા અને બંગાળી નામના શખ્સની સંડોવણી સામે આવી છે. આરોપીઓએ વેપારીના બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

બે બાઈક સળગાવવાની ઘટના અને જાનથી મારી નાખવાની ધમકીના મામલે ફરિયાદીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


આ પણ વાંચો :     Operation Sindoor વખતે ચીને પાકિસ્તાનની મદદ શા માટે કરી? અમેરિકી અહેવાલમાં સૌથી મોટો ઘટસ્ફોટ