સુરતમાં બળાત્કારનો ગુનો કરીને એક આરોપી બે મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. જે બાદ પોલીસે ફિલ્મી ઢબે આ આરોપીને દબોચી લીધો હતો. સુરત પોલીસ દ્વારા વેશ પલટો કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ આરોપી નીતિન ધામેલીયા છે, જે બળાત્કારના ગુનો કરીને નાસતો ફરતો હતો.
પોલીસે ખેતરમાં જઈને કપાસ વીણ્યો
સુરત પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપી નીતિન ધામેલીયાને પાલીતાણાથી ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપીને પકડવા માટે પોલીસે ખેતરમાં જઈને કપાસ વીણ્યો હતો. આ આરોપીને ઝડપીને કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













