ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતમાંથી પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પરપ્રાંતીય મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો અને છઠ પૂજા નિમિત્તે વતન જતા પ્રવાસીઓને મુસાફરીમાં કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે હેતુથી રવિવાર અને સોમવાર એટલે કે 15 અને 16 નવેમ્બરના રોજ વધારાની 6 વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વતન જતા મુસાફરોને નહીં પડે કોઈ મુશ્કેલી

 સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રવિવાર (15 નવેમ્બર) અને સોમવાર (16 નવેમ્બર) ના રોજ વધુ 6 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, સુરતમાંથી વતન જતા મોટાભાગના યુપી અને બિહારના પ્રવાસીઓ અગાઉ જ રવાના થઈ ચૂક્યા છે.

આ 6 વિશેષ ટ્રેનોનું આયોજન કરાયું

તેમ છતાં, બાકી રહેલા મુસાફરોને કન્ફર્મ ટિકિટ કે મુસાફરીમાં કોઈ અગવડ ન પડે તે માટે આ 6 વિશેષ ટ્રેનોનું આયોજન કરાયું છે.રેલવે તંત્રના આ નિર્ણયથી છેલ્લી ઘડીએ વતન જવાનું આયોજન કરનારા હજારો મુસાફરોને ભારે ભીડમાંથી મુક્તિ અને મોટી રાહત મળશે.

આ પણ વાંચો: Surat: ઉન-વાંઝ ઇક્લેરા વિસ્તારમાં 10 એકરમાં ફેલાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,20 કલાક બાદ પણ આગ બેકાબૂ