તાપી નદીમાં ઉપરવાસના વરસાદને કારણે પૂરના નવા નીર આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં તેમજ તાપી નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને લીધે નદીનું જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે.

તાપી નદીનું જળસ્તર ભયજનક

સુરત શહેરના રાંદેર અને સિંગણપોરને જોડતો તાપી નદી પરનો કોઝવે 7.1મીટરની સપાટીએ પહોંચીને સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કોઝવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને બેરિકેટિંગ લગાવી દેવાયું છે.

હવામાન વિભાગનું યેલો એલર્ટ અને 

આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સુરત શહેર તેમજ સમગ્ર સુરત જિલ્લા માટે આજ માટે 'યેલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, આજે દિવસ દરમિયાન સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મધ્યમથી ભારે વરસાદી બેટિંગ કરી શકે છે.

સુરત પોલીસ દ્વારા કડક સૂચના

તાપી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા નીચાણવાળા ઝોનમાં મહાનગરપાલિકાની ફ્લડ કંટ્રોલ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પણ તાપી નદીમાં પાણીની આવક-જાવક પર તીખી નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને નદી કિનારે કે ઓવરફ્લો થતાં કોઝવે નજીક સેલ્ફી લેવા કે જવાનું સાહસ ન કરવા સુરત પોલીસ દ્વારા કડક સૂચના જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: મકરબા પોલીસ હેડક્વાર્ટર રોડ બિસ્માર, ડ્રેનેજ ઉભરાતાં મકરબા-વેજલપુર માર્ગ બંધ