સુરતમાં 4.30 કરોડની છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે. આરોપી શાહીદ અલીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. કાપડના વેપારી સાથે રૂ. 4.30 કરોડની ઠગાઈ કરી હતી. પેમેન્ટ ગેરેન્ટી પેટે સુરતના વેપારીને 40 ચેક આપ્યા હતા. એક ચેક રિટર્ન થતા દિલ્હીના વેપારીએ ગલ્લા તલ્લા કર્યા હતા. પેમેન્ટ ચૂકવ્યા વિના દિલ્હીમાં દુકાન બંધ કરી ફરાર થયો હતો. ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહીદ અલીને પકડ્યો છે.


સુરતમાં 4.30 કરોડની છેતરપિંડીનો આરોપી ઝડપાયો

સુરતના ડેનિમ જીન્સના કાપડના વેપારી સાથે 4.30 કરોડથી વધુની છેતરપિંડી મામલે આરોપીની ધરપકડ કરી છે. સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહીદ અલી જાફરઅલીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. 2016માં આરોપી શાહિદ અલી નામનો દિલ્લીનો વેપારી સંપર્કમાં આવ્યો હતો. એક વર્ષમાં 4.5 કરોડનો ડેનિમ જીન્સ કાપડ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યું હતું. પેમેન્ટની ગેરેન્ટી પેઠે શાહિદ અલીએ વેપારીને 40 ચેક આપ્યા હતા.

કાપડના વેપારી સાથે છેતરપિંડી

આ ચેક રિટર્ન થતા દિલ્હીના વેપારીએ રૂપિયા દેવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. ત્યારબાદ આરોપી જીન્સ કાપડનો માલનું પેમેન્ટ ચૂકવ્યા વિના દિલ્હીમાં જ પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. જે મામલે આરોપી વિરુદ્ધમાં સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં આરોપી ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે તેની પાસે માલ લઈ સમય ઉપર પેમેન્ટ કરી દેતો હતો. જેથી ફરિયાદીને આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો જેનો લાભ લઈ આરોપીએ છેતરપિંડી કરી હતી. 

  • Follow us on: