સુરત શહેરના ઉન વિસ્તારમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉન વિસ્તારમાં આવેલા વાંઝ ઇક્લેરા રોડ પાસે એક વિશાળ ખાનગી કાપડના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક છે કે, કલાકો વીતી જવા છતાં પણ તે હજુ સુધી સંપૂર્ણપણે બેકાબૂ છે અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડી રહ્યા છે.

10 એકર વિસ્તારમાં ફેલાયેલું છે વેસ્ટેજ કાપડનું ગોડાઉન

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આખું કાપડનું ગોડાઉન અંદાજે 10 એકડ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં મોટા પ્રમાણમાં વેસ્ટેજ કાપડનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં કાપડનો જથ્થો ખૂબ જ વધારે હોવાના કારણે આગ વારંવાર ભડકી રહી છે અને તેને કાબૂમાં લેવામાં ફાયર વિભાગની ટીમોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સવારે 8:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી, જ્યારે ફાયર વિભાગને સવારે 10:10 વાગ્યે આ અંગેની જાણ કરવામાં આવી હતી.

Surat News: Massive Fire Breaks Out in 10-Acre Textile Godown Near Vanz Iklera in Oon, 25+ Fire Engines Deployed

25થી વધુ ફાયર ગાડીઓ અને 100થી વધુ જવાનો દ્વારા પાણીનો મારો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મોટો કાફલો મેદાને ઉતારવામાં આવ્યો છે. હાલ ઘટના સ્થળે 25થી વધુ ફાયરની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે અને 100થી વધુ ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવગવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.

Surat News: Massive Fire Breaks Out in 10-Acre Textile Godown Near Vanz Iklera in Oon, 25+ Fire Engines Deployed

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

આ ભીષણ આગની દુર્ઘટનામાં રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના અહેવાલ નથી. વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આગ સંપૂર્ણપણે હોલવાયા બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.


આ પણ વાંચો: Surat News: સચિન ઉન પાટિયા વિસ્તારમાં વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 8 ફાયર ટેન્ડર ઘટના સ્થળે