: દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિકાસ કાર્યોના પ્રચાર-પ્રસાર માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે આજે સુરતના સાયન્સ સેન્ટર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ વિશેષ ઉપસ્થિત રહીને સુરતના પ્રબુદ્ધ નાગરિકો અને પક્ષના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. મંત્રીએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ ગુજરાત અને સુરતની જનતાનો આભાર માનતા વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરી હતી.


ગુજરાત મોડલ જ કેન્દ્ર સરકારનો પાયો

કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ સંગઠન અને સરકાર વચ્ચેના સમન્વયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાને તમામ સાંસદો અને કેન્દ્રીય નેતાઓને જનતાની વચ્ચે જઈને છેલ્લા 12 વર્ષમાં થયેલા ઐતિહાસિક કાર્યોનો હિસાબ આપવાની જવાબદારી સોંપી છે. તેમણે હસતાં હસતાં એક રસપ્રદ વાત કહી કે, "જ્યારે પણ દેશમાં આવા મોટા સંગઠનાત્મક કે સરકારી કાર્યો સોંપવાના હોય છે, ત્યારે પક્ષ મને દર વખતે ગુજરાતની ધરતી પર જ મોકલે છે, જે મારા માટે સૌભાગ્યની વાત છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2014માં દેશની જનતાએ કેન્દ્રમાં ભાજપને જે પ્રચંડ બહુમતી આપી હતી, તેની પાછળનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્થાપિત કરેલું 'ગુજરાત મોડલ' અને અહીનો અપ્રતિમ વિકાસ હતો.

કોંગ્રેસના 60 વર્ષ વિરુદ્ધ ભાજપના 12 વર્ષ

ભૂતપૂર્વ સરકારો પર આકરા પ્રહારો કરતા રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, વર્તમાન કેન્દ્ર સરકાર કોંગ્રેસની જૂની શાસન પદ્ધતિ જેવી નથી. દેશમાં કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું છતાં જે વિકાસ ગરીબો, ખેડૂતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચવો જોઈતો હતો તે નહોતો પહોંચ્યો. તેની સામે વડાપ્રધાન મોદીના માત્ર 12 વર્ષના શાસનમાં આજે હિમાચલથી લઈને કન્યાકુમારી સુધીના દરેક રાજ્યમાં વિકાસની નવી ગંગા વહી રહી છે. મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, આજે દેશના અનેક રાજ્યોમાં પ્રાદેશિક કે વિરોધ પક્ષોની સરકારો સત્તા પર છે, પરંતુ કેન્દ્ર સરકારની નીતિઓ એટલી પારદર્શક છે કે પક્ષપાત વગર તમામ કેન્દ્રીય યોજનાઓનો લાભ દરેક રાજ્યના નાગરિકો સુધી સમાન રીતે પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: મનપાની અણઘડ નીતિથી પીક અવર્સમાં ટ્રાફિક જામ, મસમોટા ફૂટપાથ બનાવી રોડ સાંકડા કરી દીધા

  • Follow us on: