સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં દૈનિક અપ-ડાઉન કરતા હજારો મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે પશ્ચિમ રેલવે તરફથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સુરતના મુખ્ય રેલવે સ્ટેશન પર ટ્રેનો અને પેસેન્જરોના તોતિંગ ભારણને હળવું કરવા માટે ઉત્રાણ રેલવે સ્ટેશનને અત્યાધુનિક ‘સેટેલાઇટ સ્ટેશન’ તરીકે વિકસાવવાની મહત્વકાંક્ષી યોજના હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ઉત્રાણ સ્ટેશન ખાતે ટ્રેક અને યાર્ડ રિમોડેલિંગની અતિ મહત્ત્વની ટેકનિકલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા આગામી બે દિવસ માટે ઉત્રાણ રેલવે સ્ટેશને ઊભી રહેતી 6 લોકલ મેમુ અને એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ 6 ટ્રેનો ઉત્રાણ સ્ટેશને 2 દિવસ નહીં ઊભી રહે
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ પ્રભાવિત ટ્રેનો,વલસાડ – વડોદરા મેમુ (Valsad - Vadodara MEMU),સુરત – વડોદરા મેમુ (Surat - Vadodara MEMU),બોરીવલી – વટવા એક્સપ્રેસ (Borivali - Vatva Express)વિરાર – ભરૂચ એક્સપ્રેસ (Virar - Bharuch Express),ભરૂચ – સુરત મેમુ (Bharuch - Surat MEMU),સુરત – ભરૂચ મેમુ (Surat - Bharuch MEMU)આ તમામ ટ્રેનો પોતાના નિર્ધારિત રૂટ પર દોડશે ખરી, પરંતુ નિર્ધારિત બે દિવસ દરમિયાન ઉત્રાણ રેલવે સ્ટેશને ઊભી રહેશે નહીં અને સીધી પસાર થઈ જશે.
