સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે એક બેફામ ઈકો કારના ચાલકે અકસ્માત સર્જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કારચાલક નશાની હાલતમાં હોવાની પ્રબળ આશંકા સામે આવી છે અને કારની અંદરથી દારૂની ખાલી બોટલ મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક પૂરપાટ અને બેફામ ગતિએ આવી રહેલી ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવીને અકસ્માત સર્જ્યો હતો.અકસ્માત બાદ કારચાલકની હાલત જોતા તે નશાની હાલતમાં હોવાની આશંકા સામે આવી છે.ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ તપાસ કરતા કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી, જેનાથી 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'નો મામલો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

અકસ્માતની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ પર લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, આ સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Kheda: લીંબાસીમાંથી કોડેઈન યુક્ત કફ સીરપની 221 બોટલો ઝડપાઈ; માતરના નધાનપુર ગામે દરોડો પાડી મુદ્દામાલ સાથે એકની અટકાયત