સુરત શહેરમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ રસ્તાઓ પર ભુવા પડવાની પરંપરા યથાવત રહી છે. શહેરના પોશ અને ધમધમતા વેસુ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર આજે અચાનક ગાબડું પડતાં રોડ બેસી ગયો હતો અને મસમોટો ભુવો પડી ગયો હતો.

સુરતમાં વેસુ કેનાલ રોડ પર મોટો ભુવો પડ્યો

https://twitter.com/sandeshnews/status/2084613474911728028

પોશ વિસ્તારોમાં રોડ બેસી ગયો

અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા હજુ થોડા સમય પહેલા જ આ કેનાલ રોડનું કરોડો રૂપિયાના ખર્ચે નવેસરથી કાર્પેટિંગ અને રોડ નિર્માણનું કામ કરવામાં આવ્યું હતું. નવી નવી ડામરની સપાટી વચ્ચે અચાનક વિશાળ ભુવો પડી જતાં આ માર્ગ પરથી પસાર થતાં દૈનિક હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.

વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રોડ બનાવતી વખતે નીચેની પાઈપલાઈનો, ડ્રેનેજ કે માટીના પુરાણનું યોગ્ય કમ્પેક્શન (દબાણ) કરવામાં આવ્યું ન હોવાથી આ ભુવો પડ્યો છે. સ્માર્ટ સીટીના દાવાઓ વચ્ચે શહેરના પોશ વિસ્તારોમાં પણ જો નવા રોડ આ રીતે બેસી જતા હોય, તો પાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે નાગરિકો તીખા સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: Bharuch: પાલેજમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકી, બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન