સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા (મનપા) સંચાલિત હેલ્થ સેન્ટરમાં લિફ્ટ અચાનક બંધ થઈ જવાની ઘટના સામે આવી છે. હેલ્થ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા અંદર સવાર એક સગર્ભા મહિલા સહિત કુલ 4 લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટમાં સગર્ભા મહિલા ફસાઈ હોવાથી થોડા સમય માટે સ્થળ પર ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વેસુ વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરમાં લિફ્ટ અચાનક બંધ

બનાવની જાણ થતાં જ વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ સમયસૂચકતા વાપરીને લિફ્ટનો દરવાજો ખોલવાની કામગીરી હાથ ધરી હતી અને અંદર ફસાયેલા સગર્ભા મહિલા સહિત તમામ 4 વ્યક્તિઓનું સુરક્ષિત રેસ્ક્યૂ કરીને હેમખેમ બહાર કાઢ્યા હતા.

સગર્ભા મહિલા સહિત કુલ 4 લોકો ફસાઈ ગયા

ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હોવાથી પરિવારજનો અને હેલ્થ સેન્ટરના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Surat: 'એક જ પાર્લરમાં બંને પ્રોડક્ટ વેચાતી હોય તો દુકાનનું નામ શું રાખવું?' - ફ્રોઝન ડેઝર્ટના વેચાણ સામે MLAનો સવાલો