સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શહેરના જાણીતા યુરોલોજિસ્ટ ડો. સુબોધ રામચંદ્ર કાંબલે સામે કરોડો રૂપિયાની કિંમતી દુકાનો પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાતા વેસુ પોલીસે તેમની ધરપકડ કરી છે.
સુરતમાં કરોડોની કિંમતી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ
મળતી વિગતો અનુસાર, મુંબઈના એક ડાયમંડ બિઝનેસમેનની વેસુ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી દુકાનો આવેલી છે. ડો. સુબોધ કાંબલેએ આ દુકાનો હોસ્પિટલ ચલાવવાના બહાને ભાડે રાખી હતી. જોકે, હોસ્પિટલ શરૂ કર્યા બાદ તબીબે કરાર મુજબ ભાડાના નાણાં ચુકવ્યા ન હતા અને સમય જતાં આ કિંમતી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
