સુરત શહેરમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવતા યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસી કાર્યકરોએ કમિશનરના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ટાયર સળગાવી અને પૂતળા દહન કરી ઠાલવ્યો રોષ

આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક રૂખ અપનાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળું દહન કરવાની સાથેસાથે ટાયરો સળગાવીને પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ચૂંટણી પંચની કામકાજ શૈલી સામે સવાલો ઉઠાવીને કાર્યકરોએ પંચ નિષ્પક્ષ રહીને કામ ન કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

Surat News: Youth Congress Protests, Burns Effigy of CEC Gyanesh Kumar Over Transparency

પોલીસ દ્વારા હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત

પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સુરત પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે યુવા કોંગ્રેસના કેટલાક મુખ્ય હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોની અટકાયત કરી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ કાફલાએ સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Surat News: Youth Congress Protests, Burns Effigy of CEC Gyanesh Kumar Over Transparency

આંદોલન વધુ વ્યાપક બનાવવાની ચીમકી

અટકાયતની આ કાર્યવાહી છતાં સુરત યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના મુદ્દે આગામી દિવસોમાં આ આંદોલનને વધુ વ્યાપક અને ઉગ્ર બનાવવામાં આવશે, જેથી લોકશાહીના મૂલ્યોની રક્ષા થઈ શકે.


આ પણ વાંચો: Surat News: નશાકારક ટેબ્લેટ્સ અને કોડીનયુક્ત સીરપના વેચાણનો પર્દાફશ! બે મેડિકલ સ્ટોર પર રેડ