સુરત શહેરના વરાછા વિસ્તારમાં નકલી ગુટકા બનાવતુ એક મોટું કારખાનું ઝડપાયું છે. ઝોન 1ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને નકલી ગુટકા બનાવતું કારખાનું હથ્થે ચઢ્યું હતું. જે બાબતે પોલીસે કડક કાર્યવાહી કરતાં ત્યાનો સમગ્ર મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી તમાકુ, તૈયાર ગુટકા અને તેને પેક કરવાના આધુનિક મશીનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે આ કારખાનામાં જાણીતી "બાગબાન" કંપનીના નામે નકલી ગુટકા બનાવવામાં આવતા હતા. તદઉપરાંત કારખાનામાંથી કબ્જે કરાયેલા તમામ ગુટકા બાગબાન કંપનીના જોવા મળ્યા હતા.
નકલી ગુટકાનું અલગ અલગ વિસ્તારોમાં થતું હતું વેચાણ













