સુરત શહેરમાં હનીટ્રેપ કરતી ગેંગોનો આતંક યથાવત રહ્યો છે. ફરી એક વાર હનીટ્રેપનો શિકાર એક રત્નકલાકાર બન્યો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં રત્નકલાકારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર શહેરમાં આવી 29 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય થઈ છે. આ ટોળકીઓએ અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા. તેમણે અંદાજે 50 લાખ રૂપિયા સુધીની તોડબાજી કરી છે.
રત્નકલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ













