સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જેનાબાદ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં સામસામે બે ટ્રકો ટકરાતાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટના પાટડી પોલીસ લાઇન પાસે બની હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે તેનો અવાજ સાંભળીને આજુબાજુની સોસાયટીના લોકો અને શહેરના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બે ટ્રક સામસામે અથડાતાં સર્જાયો અકસ્માત
લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને મદદ કરવાનું શરૂ કર્યું અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પાટડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ઇજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.













