ભાવનગરના તળાજામાં વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી છે. ગોપનાથ જવાના રસ્તે વાહનો સ્લીપ થઈ રહ્યા છે. વાહન સ્લીપ થતા હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. આર.સી.સી રોડ પર પાણી આવતા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. મનપા તંત્રની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે.


તળાજામાં વાહનો સ્લીપ થવાની ઘટના

ભાવનગર જિલ્લાના તળાજા ગોપનાથ જવાના રસ્તે આર.સી.સી.રોડ ઉપર વાહન સ્લીપ થતા સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. વરસાદી માહોલ અને તંત્રની બેદરકારીના કારણે રોડ ઉપર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ વધી છે. નવા બનેલા આર.સી.સી રોડમાં વરસાદ આવતાની સાથે જ વાહનો સ્લીપ થતા હોય તેવી ઘટનાઓ બને છે.

એક બાદ એક વાહનો સ્લીપ થયા

તળાજા તાલુકાના ઉચડી ગામે નવા બનેલા આર.સી.સી રોડમાં વરસાદી માહોલમાં એક બાદ એક વાહનો સ્લીપ થયા વાહનોનો ના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. બાઈક, ટેમ્પો, રીક્ષા, બસ જેવા વાહનો સ્લીપ થતા હોય તેવા સી.સી.ટી વી વીડિયો વાયરલ થયા છે. આ ઘટનાના લાઈવ સીસીટીવી વીડિયો 10 દિવસ બાદ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.

  • Follow us on: