સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો હતો. બાલાજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો 11.50 લાખની ચોરી કરીને ફરાર થયા હતા. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાલાજી પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવારના બંધ મકાનનું તાળું તોડીને અજાણ્યા ચોર ઈસમે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પરિવાર ઘરે પરત ફર્યો અને મકાનનું તાળું તૂટેલું જોયું.
બાલાજી પાર્ક સોસાયટીમાં 11.50 લાખની ચોરી













