સાબરકાંઠાના પ્રાંતિજમાં નબીરાએ અકસ્માત સર્જીને હાહાકાર મચાવી દેતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. પ્રાંતિજમાં નાલંદા સ્કૂલ પાસે જ બેફામ કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા. બનાવમાં ઘાયલ થયેલા લોકોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નબીરાની કારમાંથી દેશી દારુની પોટલીઓ પણ મળી આવી હતી. દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું છે.

નબીરાએ 2 એક્ટિવા, 2 કાર અને પીકઅપ વાનને ટક્કર મારી
રાજ્યમાં નશો કરીને બેફામ કાર ચલાવતા નબીરાઓનો આતંક વધી રહ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ફરી એક વાર નબીરાનો આતંક બહાર આવ્યો છે. બેફામપણે કાર ચલાવી રહેલા નબીરાએ 2 એક્ટિવા, 2 કાર અને પીકઅપ વાનને ટક્કર મારી હતી જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાઇ ગયો હતો.

કારમાંથી દેશી દારુની પોટલી મળી
નબીરાની કારમાંથી દેશીદારૂની પોટલીઓ મળી આવી છે જ્યારે નબીરાએ પણ નશો કરેલો હોવાનું બહાર આવ્યું છે. નબીરાએ સર્જેલા અકસ્માતમાં સ્કૂલેથી ઘરે જતી એક્ટિવા સવાર વિદ્યાર્થિની ઘાયલ થઇ હતી જ્યારે અન્ય એક એક્ટિવામાં બેઠેલા સાળા-બનેવી ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી

વાહનોને નુકશાન
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન નાલંદા સ્કુલ પાસે એક કાર ચાલકે બે એક્ટીવા બે કાર અને એક પીકઅપ વાનને અડફેટે લીધુ હતું. અકસ્માતમાં સ્કુલ માંથી છુટીને એક્ટીવા ઉપર ઘરે જઇ રહેલ વિધાર્થીની ને ઇજાઓ પહોચી છે જ્યારે એક્ટીવા ઉપર રાસલોડ ખાતે જઇ રહેલ સાળા-બનેવીને ઇજાઓ પહોંચી હતી. જ્યારે રસ્તાની સાઇડ પર ઉભી રાખેલી એડવોકેટ ની કાર ને પણ અડફેટે લેતા કારને નુકશાન થયું હતું જ્યારે બાઇના મુવાડા ના પૂર્વ સરપંચ ની કાર ને પણ અડફેટે લેતા કારને નુકશાન થયું હતું.