રાજયભરમાં હાલ વરસાદી માહોલ છે જ્યારે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત્ છે. વ્યારામાં ઝાંખરી નદીમાં ભારે વરસાદને કારણે જળસાપટી વટાવી ગઇ છે. તેમજ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય ભારે વરસાદના કારણે અનેક ઘરો સંપર્ક વિહોણા બન્યા છે.

તાપીમાં જળબંબાકારની સ્થિતિ

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં મેઘકહેરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વ્યારા નગરના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ મિશન નાકા પાસે ભારે વરસાદી પાણી ભરાયા છે. આ જોતા નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. નોંધનીય છે કે, ધોધમાર વરસાદથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રાજ્યભરમાં તાંડવ મચાવ્યું છે. આજે વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં રાજ્યના 108 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં આભ ફાટતા માત્ર બે કલાકમાં 7.20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 42 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતાં સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જેના પગલે સવારે ઓફિસ જવા નિકળેલા હજારો લોકો રસ્તા પર અટવાઇ ગયા છે. અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે જેથી બિનજરુરી બહાર ના નીકળવા એલર્ટ કરવામાં આવ્યા છે..

આ પણ વાંચો: Narmada: વહેલી સવારથી અતિભારે વરસાદથી તારાજી, કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડાશે