તાપીમાં આંગડિયા પેઢીના 2 કર્મચારી લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશથી સુરત આવતી વખતે બંદૂક બતાવી લૂંટારૂઓએ રૂ. 50 હજાર લૂંટ્યા છે. ગાડીના ડ્રાઈવર અને અન્ય એકનું અપહરણ કરી લીધુ હતું. 2 કારમાં આવેલા 8 લૂંટારૂઓએ લૂંટ ચલાવી ફરાર થયા છે. લૂંટ કરનાર રાજસ્થાન, બનાસકાંઠાના હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે તાપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તાપીમાં આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા

સુરતની આર.કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી. ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50 હજારની લૂંટ ચલાવી છે. ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવેલ કુલ 8 લૂંટારોએ લૂંટ ચલાવી છે. આંગડિયા પેઢીની સર્વેલન્સ કારમાં ઇમરજન્સી બટન હોઈ જે બટન દબાવી દેતા તાપી પોલીસને જાણ થઈ હતી.

લૂંટ કરનાર રાજસ્થાન, બનાસકાંઠાના હોવાનું ખુલ્યું

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં ઉત્તર પ્રદેશથી સુરત આવતી આંગડિયા ગાડીના બે ઈસમનું અપહરણ કરી લૂંટ કરવામાં આવી છે. અપહરણ કરી લૂંટ કરનાર ઈસમો રાજસ્થાન અને બનાસકાંઠાના હોવાનું બહાર આવ્યું છે. તાપી પોલીસે અપહરણ અને લૂંટ કરનાર તત્વોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે


  • Follow us on: