ઉત્તર ગુજરાતના થરાદમાં સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને વડગામના પશુપાલકો અધ્યક્ષની ઓફિસે પહોંચ્યા હતાં. પશુપાલકોએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆત કરી હતી. પશુપાલકોએ તેમને રજૂઆત કરતાં કહ્યું હતું કે, સૂચિત મંડળી દ્વારા તેમનુ દૂધ ઉત્પાદન લેવામાં આવે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા દૂધ નહીં લેવા અંગે પરિપત્ર કરાયો હતો.


સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા રોષ ભભૂક્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે થરાદમાં જિલ્લા રજીસ્ટર દ્વારા ખાનગી અને સૂચિત મંડળીઓનું દૂધ નહીં લેવા માટે પરિપત્ર જાહેર કરાયો હતો. આ પરિપત્ર બાદ સૂચિત મંડળીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરતાં પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. વડગામના 50થી વધુ પશુપાલકો એકઠા થઈને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની થરાદ ખાતેની ઓફિસે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે દૂધ લેવા અંગે રજૂઆત કરી હતી.

વડગામના પશુપાલકો અધ્યક્ષની ઓફિસે પહોંચ્યા

પશુપાલકોએ બનાસડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆત કરી હતી કે, સૂચિત મંડળોમાં જે દૂધ ભરાવે છે તે દૂધ ડેરી દ્વારા લેવામાં આવે. આજથી ખાનગી અને સૂચિત મંડળીઓનું દૂધ લેવાનું બનાસ ડેરીએ કર્યું બંધ કર્યું છે. દૂધ લેવાનું બંધ કરી દેતા વડગામના પશુપાલકો રોષે ભરાયા હતાં. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને ખાનગી અને સૂચિત મંડળીઓનું દૂધ નહીં લેવા માટે જણાવ્યું હતું.


  • Follow us on: