ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ સંજય કૌલે કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "આ બજેટ ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટરમાંથી કામ કરતી સંસ્થાઓને લાંબાગાળાની ટેક્સ નિશ્ચિતતા પૂરી પાડે છે, જેનાથી દેશની ઓફશોર ફાઈનાન્સિયલ સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર બળ મળશે. ટેક્સ ડિડક્શનની મુદ્દત અગાઉના 15 વર્ષમાં 10 વર્ષથી વધારીને હવે 25 વર્ષમાં 20 વર્ષ કરવામાં આવી છે અને ત્યારબાદ સ્પષ્ટપણે નિર્ધારિત 15 ટકા ટેક્સ રેટ ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ અને રોકાણકારોને વધુ સ્પષ્ટતા અને અંદાજ પૂરો પાડે છે, જેના આધારે તેઓ લાંબાગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્થળની પસંદગી અને મૂડી ફાળવણી સંબંધિત નિર્ણયો લેતાં હોય છે.

ડિમ્ડ ડિવિડન્ડની જોગવાઇઓને તર્કસંગત બનાવવી વધુ એક સકારાત્મક પગલું

નીતિમાં સ્થિરતા ભારતીય અધિકારક્ષેત્રમાં ગિફ્ટ સિટીની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાઈનાન્સિયલ હબ તરીકેની ઉપસ્થિતિને મજબૂત કરે છે તેમજ બેંકો, ફંડ મેનેજર્સ, એક્સચેન્જીસ અને અન્ય આઇએફએસસી સહભાગીઓના વિશ્વાસમાં વધારો કરે છે. ટ્રેઝરી સેન્ટર્સ માટે ડિમ્ડ ડિવિડન્ડની જોગવાઇઓને તર્કસંગત બનાવવી વધુ એક સકારાત્મક પગલું છે કારણકે તે મલ્ટીનેશનલ ગ્રૂપ માટે સ્ટ્રક્ચરલ ટેક્સ ફ્રિક્શન દૂર કરે છે તેમજ ગિફ્ટ સિટી મારફતે કાર્યક્ષમ ટ્રેઝરી અને ફંડિંગ કામગીરીને સરળ બનાવે છે. આ તમામ પગલાં કામગીરીના સ્કેલ, નિશ્ચિતતા અને નિયામકીય એકરૂપતાં ઇચ્છતી ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટ્રેઝરી કામગીરી માટે ગિફ્ટ સિટીને વધુ આકર્ષક કેન્દ્ર બનાવે છે."

બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ

કોરોના રેમેડીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ નીરવ મહેતાએ કહ્યું કે “યૂનિયન બજેટ 2026 ભારતના ફાર્માસ્યુટિકલ અને બાયોફાર્મા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પરિવર્તનનો માઈલસ્ટોન સાબિત થાય છે. ₹10,000 કરોડના ‘બાયોફાર્મા શક્તિ’ કાર્યક્રમની શરૂઆત સાથે જૈવિક દવાઓ અને બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ થયો છે, જે ભારતને વૈશ્વિક સ્તરે નવીનતા અને ઉત્પાદનના હબ તરીકે સ્થાપિત કરશે. ભારતમાં ડાયાબિટીસ, કેન્સર અને ઑટોઇમ્યુન જેવી અ-સંચારી બીમારીઓનો ભાર સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એડવાન્સ થેરાપી પર ભાર, ક્લિનિકલ ટ્રાયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ, નવા NIPER સંસ્થાનો વિકાસ અને મજબૂત CDSCO માળખા દ્વારા ઝડપી નિયમનકારી મંજૂરીઓ સંશોધન અને સ્કેલ-અપ પ્રક્રિયાને ઝડપી બનાવશે તથા દર્દીઓને આધુનિક સારવાર વહેલી તકે ઉપલબ્ધ થશે.

આ સાથે, જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ્સ ડ્યુટીમાં રાહત, મેડિકલ ટુરિઝમ હબ્સની સ્થાપના અને એલાઇડ હેલ્થકેર વર્કફોર્સમાં રોકાણ જેવી પહેલો આરોગ્યસેવાને વધુ સસ્તી, સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે એક સર્વાંગી અભિગમ દર્શાવે છે.આ સુધારાઓથી ભવિષ્યમાં દવાઓના વિકાસથી લઈને બજારમાં પહોંચવાનો સમય ઘટશે, આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને સમગ્ર ભારતમાં—ખાસ કરીને ગંભીર અને દીર્ઘકાલીન રોગોથી પીડાતા દર્દીઓ માટે—આધુનિક અને સસ્તી સારવાર વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ બનશે. ફાર્મા ઉદ્યોગ માટે આ જટિલ જનરિક્સ, બાયોલોજિક્સ અને આગામી પેઢીની નવીનતામાં રોકાણ માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જ્યારે દર્દીઓ માટે વહેલું નિદાન, અદ્યતન સારવાર સુધી ઝડપી પહોંચ અને વધુ સારા આરોગ્ય પરિણામોની આશા ઉભી કરે છે. અંતે, આ બધું મળીને ભારતને ‘વિશ્વની ફાર્મસી’ સાથે સાથે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાનો વિશ્વસનીય વૈશ્વિક પુરવઠાકર્તા તરીકે વધુ મજબૂત બનાવશે.”

ભારતના પાવર સેક્ટરને વધુ મજબૂત બનાવવા સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા 

કેન્દ્રીય બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં રાજેશ પાવર સર્વિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, “યુનિયન બજેટ 2026-27 જાહેર રોકાણ અને લાંબાગાળાની એનર્જી સુરક્ષા થકી ભારતના પાવર સેક્ટરને વધુ મજબૂત બનાવવા સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. માળખાગત સુવિધાઓના વિકાસ અને શહેરી વિકાસને આપવામાં આવેલું મહત્વ ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્કમાં ચાલી રહેલા આધુનિકીકરણને મજબૂત આધાર આપશે. વીજ માગમાં વધારો અને રિન્યૂએબલ એનર્જીના ઝડપી વિસ્તરણ વચ્ચે, આ પગલાં નેટવર્કની રેસીલિએન્સ વધારવા, આઉટેજ ઘટાડવા અને દેશભરમાં વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવતા રોકાણોને અનુકૂળ માહોલ પૂરો પાડે છે.

આ પણ વાંચો : Union Budget 2026 : અંકલેશ્વરના ઉદ્યોગકારોએ બજેટને વધાવ્યું, ઉદ્યોગકારોમાં ખુશીની લહેર