ઉત્તરાયણના આજના પાવન પર્વે પતંગ રસિકો માટે ખુશખબર સામે આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા છે, જેના કારણે પતંગ ચગાવનારાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.
રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ અનુકૂળ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સવારથી જ છતો પર અને ખુલ્લા મેદાનોમાં રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાતા નજરે પડી રહ્યા છે. પવન સારો હોવાથી પતંગ ચગાવવામાં ખાસ મજા આવી રહી છે અને ‘લપેટ–લપેટ’ની બૂમો સાથે લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.













