વડોદરા શહેરના આજવા રોડ પર એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક 5 વર્ષીય માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. VMC (વડોદરા મહાનગરપાલિકા)ના વાહન નીચે આવી જતાં બાળકનું મોત થયું હોવાના આક્ષેપ સાથે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રિક્ષાનો અકસ્માત થતાં તેમાં સવાર 5 વર્ષીય બાળક રોડ પર પટકાયું
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના આજવા રોડ પરથી પસાર થઈ રહેલી એક રિક્ષાનો અકસ્માત થતાં તેમાં સવાર 5 વર્ષીય બાળક મહંમદ શેખ રોડ પર પટકાયું હતું. આ જ સમયે પાછળથી આવી રહેલું VMCનું વાહન રોડ પર પટકાયેલા બાળક પર ફરી વળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
