વડોદરા શહેરમાં ગુનાખોરી આચરતા માથાભારે તત્વો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના અત્યંત કુખ્યાત અને જામીન પર છૂટ્યા બાદ સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા હિસ્ટ્રીશીટર હુસેન સુન્નીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. હુસેન સુન્ની નાર્કોટિક્સ (NDPS) ના કેસમાં લાંબા સમયથી નાસતો-ફરતો હતો.

ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી હુસેન સુન્ની અને તેના સાથી મનોજ ત્રિવેદીની ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ. 1,50,000થી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા હુસેન સુન્નીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક છે. તેના પર વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ગુજસીટોક (GCTOC), શરીર સંબંધી ગુના, લૂંટ, ધાકધમકી, ખંડણી અને અસામાજિક પ્રવૃત્તિઓ સહિત કુલ 75 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

વડોદરામાં ડ્રગ્સ અને ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી

હુસેન સુન્નીની અસામાજિક પ્રવૃત્તિઓને લીધે પોલીસે અગાઉ 8 વખત તેના પર પાસા (PASA) પાડી જુદી જુદી જેલોમાં મોકલી આપ્યો હતો. સંગઠિત ગુનાખોરી અટકાવવા માટે તેની સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે.NDPS ના ગુનામાં વોન્ટેડ હોવા છતાં તે ફરીથી એમડી ડ્રગ્સના નેટવર્કમાં સક્રિય થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને જેલ ભેગો કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

આ પણ વાંચો: પેંગ્વિન દ્વારા ઇનકાર કર્યા બાદ, Sonia Gandhiની આત્મકથા હવે HarperCollins India કરશે પ્રકાશિત