વડોદરાના ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે સત્તાધારી પક્ષ ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક અદાવત હવે જાહેર રસ્તા પર આવી ગઈ છે. ફેસબુક પર કરવામાં આવેલી એક કોમેન્ટ અને જૂના રાજકીય મનદુઃખને લઈને બંને જૂથના કાર્યકરો અને હોદ્દેદારો સામસામે આવી જતાં તીવ્ર બોલાચાલી બાદ લોહીયાળ અથાડામણ સર્જાઈ હતી.
ભીલાપુર ગામે ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
પાર્ટીની શિસ્તના જાહેર રસ્તા પર ધજાગરા ઉડાવતી આ ઘટનામાં ડભોઇ ભાજપ તાલુકા યુવા મોરચાના મંત્રી રઘુવીર પર સામેના જૂથ દ્વારા જાનલેવા હુમલો કરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં હુમલાના દ્રશ્યો કેદ થયા છે. આક્ષેપ મુજબ, ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક કિરણ પટેલ અને તેના સમર્થકો દ્વારા યુવા મોરચાના મંત્રી અને તેમના સાથીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
