વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કરજણના પિંગલવાળા ગામે આવેલી ઢાઢર નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન વિસર્જન વિધિ કે સ્નાન ટાણે અચાનક 3 યુવાનો પાણીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની હતી.
બે યુવાનોનો આબાદ બચાવ, એક લાપતા
નદીમાં 3 યુવાનો ડૂબવાની આ દુર્ઘટનામાં સમયસૂચકતા અને સ્થાનિકોની મદદથી 2 યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેથી તેમનો આબાદ બચાવ થયો છે. જોકે, હજુ સુધી એક યુવાન પાણીમાં લાપતા છે. પ્રાથમિક માહિતી મુજબ, ડૂબેલો અને લાપતા થયેલા આ યુવાન તાલુકાના જ માનપુરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

