વડોદરામાં માંજલપુરના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.આ બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.06 જુલાઈ 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ આવ્યું હતું.જ્યારે તા.30 જુલાઈ,2026ના રોજ મતદાન તથા તા.3 ઓગસ્ટ, 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.આ બેઠક પર ઉમેદવારી કરવા માટે ભાજપમાંથી ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. આખરે ભાજપે મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સતિષ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. 

ટિકિટ મેળવવા માટે જોરદાર ખેંચતાણ હતી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો હતો. જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે જોરદાર ખેંચતાણ જોવા મળી હતી.વિધાનસભાની આ ટર્મ પૂર્ણ થવામાં માત્ર એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ઉમેદવારી નોંધાવવા માટે ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.પક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 104 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.જેમાં 83 પુરુષ અને 21 મહિલા ઉમેદવારોનો સમાવેશ થયો હતો. હવે આ બેઠક પર ભાજપે મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સતિષ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. 

18 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક

ટિકિટ માટેની આટલી મોટી સંખ્યામાં દાવેદારીએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.હવે આગામી સપ્તાહમાં ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.આ બેઠક પર પેટા ચૂંટણીને લઈને 18 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના યોગેશ પટેલ આ બેઠક પર 2017, 2022, અને 2022 એમ ત્રણેય ચૂંટણીમાં મોટી લીડથી જીત્યા હતાં. 

આ પણ વાંચોઃ Monsoon 2026 : સુરતમાં ખાડી પૂરનો પ્રકોપ, ડૂબી જવાથી 3 ના મોત, 2 દિવસથી અનેક વિસ્તારો સંપર્ક વિહોણા છતાં તંત્ર ગાયબ, Video