વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા ખાતેની એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે.જ્યાં પેવેલિયન ગ્રાઉન્ડમાં 'Gen Z' સાથે સંવાદના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં છે. વડાપ્રધાન આજે પેવેલિયન મેદાન પર જેન-ઝી, ડોક્ટર, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિતના બુદ્ધિજીવીઓને સંબોધન કરવાના છે. તેમણે કાર્યક્રમ સ્થળ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેમ અનેક લોકોનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ સ્થળે તેમને બોન્સાઈ વૃક્ષ આપીને સન્માનિત કરાયા હતાં. તે ઉપરાંત તેમને ભગવાનને ગણેશની માટીની મૂર્તિ આપીને પણ સન્માનિત કર્યા હતાં. હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનના આગમન પહેલાં જ કાર્યક્રમ સ્થળ પેવેલિયન ગ્રાઉન્ડ જનમેદનીથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. વડાપ્રધાન મોદીએ 35 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
તે સપ્તધારામાં એક ધારા ગતિશક્તિની પણ છે.
વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું આ મેદાન અલગ અલગ ફિલ્ડમાં કામ કરનારા તમામ સાથીઓના સાથ અને વિકાસના આ ઉત્સવ સહિત અહીં બધું એક સાથે થઈ રહ્યું છે. આજે હું વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે તમારી વચ્ચે આવ્યો છું. થોડીવાર પહેલા અહીં દેશના વિકાસ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ થયાં છે. આ વિકાસ પર્વ પર તમે બધાએ જે સેભા ભાવ અને સમગ્ર શહેરમાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું તેના માટે શુભકામનાઓ પાઠવું છું. આ વખતે ગણેશજી પધારશે ત્યારે તમામ આશિર્વાદ વડોદરાને મળશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર મેં વિકસિત ભારત માટેનું આહવાન કર્યું છે. તે સપ્તધારામાં એક ધારા ગતિશક્તિની પણ છે. વિકસિત ભારત માટે આપણને એક કનેક્ટિવિટી જોઈએ તે સુગમ પણ હોય અને જમાનાના હિસાબથી જરાક તેજ પણ હોય. વડોદરા ગતિ શક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આજે અહીંથી ડેડિકેટેડ કોરિડોરની છેલ્લી કડી પણ જોડાઈ ગઈ છે. આજે 2 હજાર 800 કરોડથી વધુનો કોરિડોર પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. તે 21મી સદીમાં મોટું ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું છે. આ કોરિડોર એ વાતનો સાક્ષી છે. છેલ્લા 12 વર્ષમાં દેશની કામ કરવાની તાકાત કેવી રીતે બદલાઈ છે.
આ કોરિડોર પર 2004માં વિચાર શરૂ થયો હતો
તેમણે ઉમેર્યું હતું કે, આ કોરિડોર પર 2004માં વિચાર શરૂ થયો હતો. એ સમયે તમારામાંથી એવા લોકો પણ હશે જેમનો જન્મ પણ નહી ંથયો હોય. 2006માં એક વિષેશ કંપની બનાવવામાં આવી આ કામ કરવા માટે. 2014 સુધી માત્ર ફાઈલો જ ટેબલ પર યાત્રા કરી રહી હતી. આ ફાઈલોને પણ કોઈ ડેડિકેટેડ કોરિડોર નસીબ ના થયો. 2014માં વડોદરાના અને દેશના લોકોએ મને દિલ્હી મોકલી દીધો. સાત આઠ વર્ષમાં એક કિ.મી સુધી કોરિડોરનું કામ પૂર્ણ નહોતુ થયું. તેમના હિસાબે દેશ ચલાવતા તો અનેક પેઢીઓ આવતી તો પણ કામ પૂર્ણ ના થતું. 2014 બાદ તમે મને જે દીક્ષા આપી, આ ધરતીએ મને જે શીખવ્યું હતું. અમે ત્યાં પહોંચીને આ પ્રોજેક્ટને ગતિ આપવાનું કામ શરૂ કરી દીધું અને આજે આ કામ પૂર્ણ કરીને બતાવ્યું છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર વ્યાપાર માટેનો આધાર બની રહ્યો છે. આ કોરિડોટ તેજીથી વિકસિત ભારતની જીવન રેખા છે. તેણે ભારતના ટ્રાન્સપોર્ટેશન સેન્ટરનો કાયાકલ્પ કર્યો છે. આ કોરિડોરે અનેક બદલાવ કર્યા છે. આજે પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર 430થી વધુ માલગાડી દોડે છે. આજે માલગાડી અડધાથી ઓછા સમયમાં 100 કિ.મીની સફર નક્કી કરે છે. જે જગ્યાએ ટ્રકથી સામાન મોકલવા 30 કલાક લાગે છે. તે આ કોરિડોર પર આ સફર 12 કલાકમા ંપૂર્ણ થાય છે. આ કોરિડોર પર માલગાડીના દોડવાથી ફ્યુઅલ બચે છે.
મુંબઈથી વડોદરા સુધી ડબલ સ્ટ્રેક કન્ટેનર માલગાડીનું સંચાલન કરાયું
તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની ઉપજ આ કોરિડોરથી મોટા બજાર સુધી પહોંચી રહી છે. ફૂલ, ફળ અને પાક જે ઝડપથી ખરાબ થાય છે તેને માટે પણ ઝડપથી લોકો સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો છે. જેથી ખેડૂતને મોટો ફાયદો થયો છે. આ કોરિડોર એક રીતે કમાલનો છે. હાલમાં જેએનપીટી મુંબઈથી વડોદરા સુધી ડબલ સ્ટ્રેક કન્ટેનર માલગાડીનું સંચાલન કરાયું છે. ડબલ ડેકર માલગાડીને દોડાવવામાં આવી હતી. જેનાથી એક વારમાં જ 250થી વધુ ટ્રકોનો સામાન મુંબઈથી વડોદરા આવ્યો હતો. હવે નારાજ લોકોને પણ કામ મળી રહ્યું છે. હવે મોટી માત્રામાં સામાન ઝડપથી દેશના ખૂણે ખૂણે પહોંચી શકશે. હવે ભારતમાં રેલ ત્યાં પણ પહોંચી રહી છે જ્યાં દશકો સુધી નહોતી પહોંચી. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર હોય ત્યાં આદિવાસી ક્ષેત્રો આ પ્રોજેક્ટ દ્વારા રેલ સાથે જોડાઈ રહ્યાં છે. પહેલાની સરકારમાં એક બે ટ્રેનોની જાહેરાત થતી હતી. તેના પણ વરસો વરસ ઢોલ પીટાઈ રહ્યા હતાં. આજે દેશમાં વર્ષમાં એક બાદ એક નવી ટ્રેન દોડાવાઈ રહી છે. આજે પણ આ કાર્યક્રમમાં નવી ટ્રેનો શરૂ થઈ છે.
રેલવેના આધુનિકરણ પર થયેલો ખર્ચ રોજગાર ઉભો કરે છે
તેમણે કહ્યું હતું કે, રેલ, રોડ, મેટ્રો સહિત દેશમાં કરોડો લોકો માટે ચીજો બને છે તેનાથી લોકોનું જીવન સરળ બને છે અને રોજગારના અવસર મળે છે. આ વર્ષનું રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ રહ્યું છે. તે 12 વર્ષની તુલનામાં ઘણું છે. રેલવેના આધુનિકરણ પર થયેલો ખર્ચ રોજગાર ઉભો કરે છે. રોડ, રેલ, પાઈપલાઈન, પોર્ટ અને એરપોર્ટ બની જાય તો તેની પાસે નવા બિઝનેસ આવે છે. તે નવા રોજગાર ઉભા કરે છે. સાથીઓ મેં દેશ સામે વિકસિત ભારતની જે સપ્તધારાઓનું વિઝન રાખ્યું છે,. તેમાંથી એક ધારા મેન્યુફેક્ચરિંગની પણ છે અને વડોદરા શહેર તેની તાકાત સારી રીતે જાણે છે અને સમજે પણ છે. એજ્યુકેશન, સ્કીલ અને ઈન્ડસ્ટ્રીઝના કોલેબ કેવી રીતે થાય છે તે વડોદરા તેનું 150 વર્ષથી પ્રતિબિંબ છે. દશકો પહેલા એક યાત્રા શરૂ થઈ જે બાદમાં ઓઈલ અને પેટ્રોકેમિકલ રૂપે આગળ વધી. હું જ્યારે નવો નવો મુખ્યમંત્રી રહ્યો ત્યારે દર સપ્તાહે કોઈના કોઈ વાત આવતી હતી. વડોદરાના વિકાસ માટે માગ થતી હતી. હવે આ શહેર દેશના પહેલા મેડ ઈન ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેક ઈન માટે જાણિતુ થયું છે. આ ગૌરવ માટે હું વડોદરાની જનતાનો આભાર માનું છુૂં. જ્યારે દેશમાં મેન્યુફેક્ચરિંગની વાત થઈ રહી છે ત્યારે છેલ્લા એક વર્ષમાં રેલ અને મેટ્રો કોચ સહિત એન્જિન બનાવવા માટે ભારત એક નિર્માતા બન્યું છે. 2014 બાદ અત્યાર સુધી ભારતે 50 હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા છે. અગાઉની સરકારો 50 વર્ષમાં ટોઈલેટ નથી બનાવી શકતી હતી.
ભારતનો યુવાન સત્યની હૂંકાર સાથે ચાલે છે
તેમણે કહ્યું હતું કે, માલગાડી માટેના અઢી લાગ વેગન ભારતીય રેલમા ંજોડવામાં આવ્યા છે. હવે ભારત ચીપથી લઈને શીપ સુધીના નિર્માણની એક ગાથા લખી રહ્યું છે. એટલે હવે પ્રોડક્ટ પણ આપણી, આત્મનિર્ભરતાની સમગ્ર ચેઈન ભારતમાં જ નિર્માણ થશે. દેશમા ંસોલાર પ્રોજેક્ટ લગાવવા મોંઘા પડતા હતાં. કારણ કે દરેક પ્રકારનું હાર્ડવેર ઈમ્પોર્ટ કરવું પડતું હતું. આજે આપણે 200 ગીગાવોટની કેપેસિટી વિકસિત કરી ચૂક્યા છીએ. આવી આત્મનિર્ભરતાના કારણે અનેક યોજનાઓનો વિસ્તાર થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમા ં55 લાખ પરિવારો પોતાની ટેરેસ પર સોલાર પ્લાન્ટ લગાવી ચૂક્યા છે. તેમાં 11 લાખ ગુજરાતના છે. આટલા પરિવારો વીજળીના ઉત્પાદકો બન્યા છે. તેનાથી અનેક યુવાનોને રોજગાર મળ્યો છે. જૂઠ બોલીને ભરમાવનારા દરેક જગ્યાએ મળશે. ભારતનો યુવાન સત્યની હૂંકાર સાથે ચાલે છે.
સરકાર વિદ્યાર્થીઓને મફતમા ઓનલાઈન કોચિંગ આપવા માટે આગળ વધી રહી છે
અમારા યુવાન સાથીઓ જોઈ રહ્યા ંછે દરેક સેક્ટર પર સરકાર કેટલા ફોક્સથી કામ કરી રહી છે. આવનારા સમયમાં દરેક આધુનિક સેક્ટર વીજળીથી જ ચાલશે. ઈલેક્ટ્રીક ઈકો સિસ્ટમ પર નિર્ભર હશે. જેવી રીતે ડેટા સેન્ટર અને એઆઈ સાથે જોડાયેલા સેક્ટર છે તેમાં વીજળીનો જ ઉપયોગ છે. દેશમાં એઆઈ માટેની એક સિસ્ટમ બનાવવી પડશે. યુરેનિયમ માટે કરાર થયા છે. મિનરલ્સ માટે કરારો થઈ રહ્યાં છે. આ મહેનત દેશના યુવાનો માટે કરવામાં આવી રહી છે. તમારા ભવિષ્ય માટે કરવામાં આવે છે. દુનિયા ઝડપથી બદલાય છે અને તેની જરૂરતો પણ બદલાય છે. પહેલા ફોક્સ ડિગ્રી પર હતું પણ હવે સ્કીલ પણ મહત્વની છે. યુવાનો પાસે સ્કીલ હોય તે અપગ્રેડ થાય તે મોટી જરૂરત છે. તેથી આજે આપણે શિક્ષાનીતિ અને ટ્રેનિંગના સંસાધનોને નવા રૂપમાં ઢાળી રહ્યા ંછે. મેં બે જાહેરાતો કરી છે. જેમા ંપહેલી દેશની પારંપારિક સાથે જોડાયેલી છે. લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જેમા ંકમાણીનો મોટો હિસ્સો કોચિંગ પાછળ ખર્ચાય છે. સરકાર વિદ્યાર્થીઓને મફતમા ંઓનલાઈન કોચિંગ આપવા માટે આગળ વધી રહી છે. ભારતના યુવાનોએ એઆઈમાં પારંગત થવાની જરૂર છે. જો કોઈ આ સ્કીલને જાણે છે તો તે ખેતી અને આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં વિકાસ કરી શકે છે. જેથી આપણી પાસે એઆઈ સમજનારા યુવાનો હોવા જરૂરી છે. સરકાર આ માટે એક અભિયાન શરૂ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ સમય ફરીવાર ભારતમાં પાછો નહીં આવે. જેથી આપણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનું છે.
આ પણ વાંચોઃ Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?