વડોદરા શહેરમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનરેટ દ્વારા 'પ્રોએક્ટિવ પોલિસિંગ' ના અભિગમ સાથે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય બે ઝોન - ઝોન-1 અને ઝોન-2 હેઠળ આવતા તમામ પોલીસ મથકોના કાફલાને રસ્તા પર ઉતારીને શંકાસ્પદ હિલચાલ ધરાવતા ઇસમો અને વિસ્તારોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં પોલીસનું સર્ચ ઓપરેશન
ઓપરેશન દરમિયાન રોડ-રસ્તા પરથી પસાર થતાં નંબર પ્લેટ વિનાના, શંકાસ્પદ મોડિફાઇડ તેમજ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી રહેલાં વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વિવિધ સોસાયટીઓ અને શોપિંગ કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડ્સ તથા જવાબદાર વ્યક્તિઓ સાથે બેઠક કરીને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા માટે વિશેષ બ્રીફિંગ આપવામાં આવ્યું છે.
