વડોદરા શહેરના એક ગણેશ પંડાલમાં પ્રતિમા પર ઇંડા ફેંકવાના કમનસીબ મામલામાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. આરોપીઓમાં સલીમ સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી, અનસ કુરેશી અને જુનેદ ઉર્ફે મોટો મગરનો સમાવેશ થાય છે.


આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં રજૂ કર્યા 

આજે આ ચારેય આરોપીઓને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે તેમની પાસેથી આ ગુના પાછળનો હેતુ અને અન્ય સંભવિત આરોપીઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ વડોદરા શહેરમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આ પ્રયાસ અત્યંત ગંભીર માનવામાં આવ્યો હતો.

અત્યાર સુધી કુલ 10 આરોપીઓ ની ધરપકડ થઇ છે

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડ્યા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસતી અટકી હતી. હાલ પોલીસે કેસની વધુ તપાસ ચાલુ રાખી છે અને આ મામલામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયાસો પણ જારી છે. આ ઘટના સમાજમાં ધાર્મિક સૌહાર્દ જાળવવાના મહત્વ પર ભાર મૂકે છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકાને પણ ઉજાગર કરે છે.


  • Follow us on: