ગુજરાતની નામાંકિત અને ઐતિહાસિક એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે આગામી 23 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બની રહેશે. ભારતના દેશના પ્રથમ નાગરિક અને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૨૩ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા

રાષ્ટ્રપતિના હસ્તે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીઓ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સત્તાધીશોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને આધ્યાત્મિક તથા સામાજિક સંદેશ પાઠવશે.

MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ

રાષ્ટ્રપતિના આગમનને પગલે વડોદરા શહેર પોલીસ, એસપીજી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના આકરા ઇંતઝામ અને હાઇ-એલર્ટ પ્રોટોકોલ ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભના સ્થળ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થા અંગેની તજવીજ તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે