વડોદરા નજીક આવેલા પાંચ દેવલા ગામના પાટીયા પાસે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો કારના ચાલકે અચાનક રોડ પર જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેક્ટરમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


વડોદરામાં લોહિયાળ અકસ્માત

દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ઇકો કારના ચાલકને પકડવા અને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ખોરજ ગામના ઠાકોર અગ્રણીઓ પર શારીરિક ત્રાસની ફરિયાદ, વિરમગામ મામલતદારને આવેદન 

  • Follow us on: