વડોદરા જિલ્લમાં એસટી બસે અકસ્માત સર્જતા લોકોમાં રોષ ફેલાયો છે. હાલોલ વડોદરા રોડ પર એક એસટી બસે આગળ જઈ રહેલા વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ એસટી બસ રાજપીપળાથી દાહોદ તરફ જઈ રહી હતી.
સદનસીબે કોઈ મોટી જાનહાનિ હતી
વાઘોડિયાના જરોદ નર્મદા કેનાલ પાસે એસટી બસના ચાલકે આગળના વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર લોકોને સામાન્ય ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું.













