Vadodara News: ઘરકંકાસથી કંટાળી આધેડે નર્મદા કેનાલમાં કૂદીને કર્યો આપઘાત કર્યો, શિનોર પોલીસે મૃતદેહ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી


વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં એક દુઃખદ ઘટના બની હતી. જ્યાં એક આધેડે ઘરકંકાસથી કંટાળીને નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. જ્યારે આજે પોલીસે સ્થાનિકોની મદદથી આધેડની મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મીંઢોળ અને દીવેર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ સનાભાઈ વસાવા તરીકે થઈ છે.

મીંઢોળ-દીવેર વચ્ચેની નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ

પરિવારજનોના જણાવ્યા મુજબ સનાભાઈ વસાવા ગઈકાલે ઘરે કોઈ બાબતે બોલાચાલી કરીને નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓ પરત ફર્યા નહોતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સનાભાઈ વસાવાએ ઘરે થયેલા ઝઘડાથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું છે. કેનાલમાંથી મૃતદેહ મળી આવતા શિનોર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.

શિનોર પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો

પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને પરિવારજનોના નિવેદનો લેવાની અને વધુ તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

  • Follow us on: