વડોદરા શહેરને નશાના રવાડે ચડાવવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના છાણી વિસ્તારમાંથી વડોદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને 287 ગ્રામ હેરોઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા હેરોઈનની કુલ કિંમત રૂ. 57.40 લાખ આંકવામાં આવી રહી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પંજાબના બલવિંદર રંધાવાની ધરપકડ, સપ્લાયર લખનસિંઘ વોન્ટેડ જાહેર
આ કાર્યવાહી દરમિયાન પોલીસે હેરોઈનના જથ્થા સાથે પંજાબના રહેવાસી 1 આરોપી બલવિંદર રંધાવાની રંગેહાથ ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હેરોઈનનો જથ્થો લખનસિંઘ નામના શખ્સે આપ્યો હતો. પોલીસે હાલ લખનસિંઘને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
