વડોદરામાં ડેસરની રાજપુર દૂધ મંડળીમાં ધોળા દૂધનો કાળો કારોબાર થતો હોવાનું સામે આવ્યું. રાજપુર દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેના બાદ ડેસર તાલુકાના મેરાકુવા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ ઉપર ઠગાઈનો ગુનો નોંધાવામાં આવ્યો. આ કૌભાંડ સામે આવ્યા બાદથી તાલુકાની અનેક મંડળીઓમાં અવનવા ફણગા ફૂટી રહ્યા છે. ડેસરની રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી.
દૂધમાં પાણી ભેળવીને ભ્રષ્ટાચાર
જુના સિહોરા ગ્રામજને પ્રતાપપુરા અને રાજપુર મંડળીઓમાં દૂધમાં પાણી ભેળવીને ભ્રષ્ટાચાર આચરાય છે તેવી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ હવે રાજપુરના વનરાજસિંહ પરમાર પાસે એવા પુરાવા હાથ લાગ્યા છે કે વેજપુરના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી નું દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે તેમની પાસે રાજપુરમાં ઘર નથી કોઈ પશુ નથી છતાંય તેમના નામનું દુધ રાજપુર મંડળીમાં ક્યાંથી અને કેવી રીતે ભરાય છે
પોલીસ મથકે પહોંચી ફરિયાદ અપાઈ
રાજપુરના જાગૃત ગ્રામજને ડેસર તાલુકા પંચાયત શિહોરા- 2, ના સદસ્ય રાજદીપસિંહ સોઢા પરમારનો સંપર્ક કરી દસ દિવસ સળંગ દૂધ ભરાયું તેની પાવતી બતાવતા વેંત રાજદીપસિંહ ભડક્યા હતા અને તાત્કાલિક ડેસર પોલીસ મથકે પહોંચી ફરિયાદ અપાઈ હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજપુર દૂધ મંડળીના મંત્રી દ્વારા ગામ બહારના બનાવટી ગ્રાહકોના ખાતા બનાવી તેમના નામે મંડળીમાં દૂધ ભરવામાં આવતી હોવાની જે અંગેની પાવતી અમને મળી છે. તેમાં રાઉલજી કુલદીપસિંહ ઉદેસિંહ ગ્રાહક નંબર 158 બનાવીને તેમના નામનું દૂધ તારીખ 11 /12 /2024 થી 20 /12 /2024ના સમય દરમિયાન ભરાયેલું છે અને રૂપિયા 3822 જમા કરેલા છે.
કુલદીપસિંહ રાઉલજી સામે ગેરરીતિના આક્ષેપ
કુલદીપસિંહ બરોડા ડેરીમાં ડિરેક્ટરના હોદ્દા ઉપર છે ડેસરના વેજપુરના રહેવાસી છે જ્યારે ઘણા સમયથી તેઓ વડોદરા શહેરમાં રહે છે રાજપુર ગામના વતની નથી પશુપાલન કરતા નથી તેમના ઘરે પણ કોઈ દુધાળા પશુઓ નથી તેમ છતાં રાજપુર મંડળીના મંત્રી સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરેલા નું સ્પષ્ટ જણાય છે તેથી તટસ્થ રીતે પોલીસ તપાસ થાય તેવી રજૂઆત સાથે ફરીયાદ અપાઈ હતી. જ્યારે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી ને આ અંગે પૂછતા વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું.