વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શિનોર તાલુકામાં મોડીરાતથી વરસાદ ચાલુ થયો છે. સાધલી,માંજરોલ,તરવા સહિત સમગ્ર પંથકમાં વરસાદ જામ્યો છે. શિનોર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો કુલ 15 ઈંચ વરસાદ પડ્યો છે. થોડા વિરામ બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
શિનોર તાલુકામાં મોડીરાતથી વરસાદ ચાલુ
વડોદરાના વાઘોડિયામાં ગઈ કાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ટૂંકા દિવસોના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદના પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
બપોરે 12 વાગ્ચા સુધીમાં 58 જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્ચા સુધીમાં 58 જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 58.44, ઉત્તર ગુજરાતમાં 45.92, મધ્ય પૂર્વમાં 48.03, સૌરાષ્ટ્રમાં 49.19 અને દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યના 207 ડેમમાં 55.64 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં હાલમાં 50.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.