વડોદરા-સુરત નેશનલ હાઈવે પર વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. જંબુઆ બ્રિજ પાસેના ખાડા અને રોડ સાંકડો હોવાને કારણે અહીં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે. આજે આ સમસ્યાએ ભયાવહ સ્વરૂપ ધારણ કરતાં હાઈવે પર 10 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે જેમાં વાહનોની લાંબી કતારો સ્પષ્ટપણે જોવા મળે છે.
જંબુઆ બ્રિજ પર ખાડાના કારણે ટ્રાફિક જામ સર્જાયો













