પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે TMC સાથે છેડો ફાડ્યા બાદ ગુજરાત સરકારનો અચાનક જ તેમના પર પ્રેમ ઉભરાયો છે.આ પ્રેમના ભેટ સ્વરૂપે પઠાણને તાંડલજા-વાસણા રોડ પર VMC હસ્તકની રૂ.20.53 કરોડની સોનાની લગડી સમાન 978 ચો.મી.માંથી 500 ચો.મીટર જમીન લ્હાણી કરવામાં આવશે.જેને લગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.ચોંકાવનારી વાત એ છે કે,500 ચો.મીટર જમીન યુસુફને મફતમાં આપ્યા બાદ બાકી રહેતી 478 ચો.મી.જમીન પણ તુર્તની કમિટીએ નક્કી કરેલી જમીનની કિંમતમાંથી 45 ટકા ઓછા દરે આપવાનો નિર્ણય લેવાયો છે.એટલે કે, કુલ રૂ. 20.53 કરોડની જમીનમાંથી રૂ. 10.50 કરોડની જમીન યુસુફને મફતમાં અપાશે અને બાકીની રૂ.10.30 કરોડની 478 ચો.મીટર જમીન પેટે માત્ર રૂ.5.51 કરોડ વસુલાશે.ટૂંકમાં આખી જમીન માત્ર રૂ.5.51 કરોડમાં જ યુસુફને અપાશે.
યુસુફને પણ દશેરાએ જ ગિફ્ટમાં જમીન મળી
એક સમયે સરકારે જ યુસુફ પઠાણની જમીન માંગણીની દરખાસ્ત ફગાવી દીધી હતી.આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ યુસુફ પઠાણને પણ હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ અરજી પરત ખેંચી હતી.આ બાબતે સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. યુસુફ પઠાણે ટીએમસી સાથે દગો કર્યા બાદ સરકારે તેને જમીનની લ્હાણી કરી છે. લોકોનું કહેવું છે કે, કોઈ પણ સેલિબ્રિટીને આ રીતે જમીન ભેટમાં ના અપાય. સામાન્ય ટેક્સ પેયર્સને કેમ આવા લાભ નથી મળતા. જ્યારે યુસુફ પઠાણ ટીએમસીમાં હતાં ત્યારે ભાજપ દ્વારા તેનો વિરોધ કરાતો હતો. હવે તે ભાજપ તરફી થયા તો કેસ બંધ થઈ ગયો અને ઉપરથી તેને કરોડોની જમીન ગિફ્ટમાં અપાતી થઈ ગઈ. આ વિભિષણને ગદ્દારીનું ઈનામ દશેરાએ મળ્યું છે. યુસુફને પણ દશેરાએ જ ગિફ્ટમાં જમીન મળી છે.
