વલસાડમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક ગતરોજ મોડી સાંજે અકસ્માત સર્જાયો. ધરમપુર ચોક્ડી નજીક બાઈક અને રીક્ષા વચ્ચે જોરદાર અથડામણ થઈ. આ અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી. અકસ્માતને પગલે લોકોની ભીડ એકઠી થઈ હતી. સ્થાનિકોએ પોલીસને અકસ્માતની જાણ કરી. અકસ્માતની સમગ્ર ઘટના CCTV દ્રશ્યો સામે આવ્યા છે.  


અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વલસાડના ધરમપુર પાસે રીક્ષા અને બાઈક વચ્ચે ગત મોડી સાંજે ભયંકર ટક્કર થઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે ટાટા મોટર્સનો શો રૂમ આગળ એક સર્વિસ રોડ છે. આ સર્વિસ રોડ ઉપર જ્યાં વળાંક છે ત્યાં એકબાજુથી બાઈક સવાર અને સામેની બાજુથી એક રિક્ષા આવે છે. બાજુમાંથી મોટી બસ પસાર થતી હોય છે ત્યારે રોડ ઉપર સામેસામે બાઈક અને રિક્ષાની ટક્કર થાય છે. સાંજના સમયે આ ઘટના બની હોવાથી લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા.

બેદરકારીના કારણે સર્જાયો અકસ્માત 

રીક્ષા અને બાઈકની ભયંકર અથડામણ થતા 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. સ્થાનિકોએ અકસ્માતની પોલીસને જાણ કરી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. અને અકસ્માતમાં ઇજાપામેલ તમામ 5 લોકોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા. પોલીસે અકસ્માતની પ્રાથમિક તપાસ કરતાં લાગ્યું કે રોડ ઉપર વળાંક હોવાના કારણે તેમજ બંને વાહનચાલકોની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

  • Follow us on: