વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર નજીક એક અત્યંત દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. જે સમયે ત્રણ વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘર તરફ પરત ફરી રહી હતી. આ વિદ્યાર્થિનીઓ જ્યારે પાતાનું મોપેડ લઈને ઘર તરફ આવી રહી હતી તે જ સમયે આ મહાકાય વૃક્ષ તેમની ઉપર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના દરમિયાન ત્રણમાંથી એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બે વિદ્યાર્થિઓને ઈજાગ્રસ્ત થઈ હતી.


વૃક્ષ પડતા એક વિદ્યાર્થિનીનું કરુણ મોત 

આ ઉપરાંત મળતી માપિતી અનુસાર વલસાડના અબ્રામા વિસ્તારમાં પોલીસ હેડક્વાટર મજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે એક જર્જરિત થયેલું મહાકાય વૃક્ષ અચાનક જમીનદોસ્ત થયું હતું. તે જ સમયે તે વૃક્ષ નીચેથી પસાર થઈ રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને તે દુર્ઘટનાનો ભોગ બની હતી. જેમા એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. વૃક્ષ ધરાશાયી થતા જ આસપાસના લોકો ત્યા તાત્કાલિક પણે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ

સ્થાનિકો દ્વારા વૃક્ષ નીચે દટાયેલી ત્રણેય વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ બજાવતા તબીબોએ એક વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સાથે જ અન્ય બે વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર દુર્ઘટનાને લઈ અબ્રામા વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ દુર્ઘટના મામલે વદુ તપાસ હાથ ધરી છે. 

  • Follow us on: