વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે. મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડાયું છે. મધુબન ડેમના 10 દરવાજા 1.3 મીટર ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાં 43709 ક્યુસેક પાણીની આવક થઈ છે. 47681 પાણી દમણ ગંગા નદીમાં છોડાયું છે. દમણ ગંગાના કિનારે ન જવા અપીલ કરાઈ છે.


મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો 

ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબેન ડેમમાં ફરી પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 10 દરવાજા 1.3 મીટરે ખોલી દેવામાં આવ્યા છે. મધુબન ડેમમાં 43,709 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમમાંથી 47,681 પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ નદી કિનારે વસતા લોકોને દમણગંગાના કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

મધુબન ડેમના 10 દરવાજા 1.3 મીટર ખોલવામાં આવ્યા

મધુબન ડેમમાં સતત ફરી પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકના પગલે ડેમમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમના 10 દરવાજા 1.3 મીટર ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: